Poem – રહેવું પડ્યું

Broken_Heart_70985

દિલ તો જાણી જોઈ ને મારી નાખવું પડ્યું,
આ જીવન જીવવા માટે શુ ના કરવું પડ્યું?

ઉપર થી ઉડીને ચાલી ગઈ વાદળી,
ઇન્તઝાર માં કેટલા પ્યાસા રહેવું પડ્યું.

એવું નથી કે નથી હિંમત ઈકરાર ની,
બસ જમાના ની સામે છાના રહેવું પડ્યું.

વિરહ ના દર્દ થી પડ્યા છે આ દિલ ના ઘાવ,
મજબૂરી જોવો કે છતાંય હસતા રહેવું પડ્યું.

ચાહત તો જીતી જાત એ મહાભારત,
બતાવી ખાનદાની કર્ણ એ ને મરવું પડ્યું.

છે મોહબત્ત આજેય અમારી તો એવીજ અકબંધ,
તું ના રહી તેવી ને દરવાજે થી પાછું વળવું પડ્યું.

#jppoems

 

Leave a comment